દિવાળી
દિવાળી

1 min

112
એ વખતે કયાં ઘરવાળી હતી,
તોય ધમાકેદાર દિવાળી હતી,
દીવેટો દીવાની ઘીવાળી હતી,
અમાસની એ રાત અજવાળી હતી,
ટીકડીઓ મારી મરદ મૂછાળી હતી,
તારામંડળને જિંદગીની જેમ ઉછાળી હતી,
દોસ્તી રેશમની ડોર જેવી સુંવાળી હતી,
મનના ભીના કંતાનથી યાદોને પલાળી હતી,
લાગતું જાણે ઘેર-ઘેર લ્હાણી હતી,
પાંચ-દસ રૂપિયાના વ્યવહારની ઉઘરાણી હતી,
હજી એ વાત કયાં પુરાણી હતી,
રોલની એ પિસ્તોલ કેવી રૂપાળી હતી,
ફટાકડાઓથી સંવારી જે રાત કાળી હતી,
સાચે જ, એ મજેદાર દિવાળી હતી.