STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

કોઈ

કોઈ

1 min
310

'આભાર' નો ભાર ના આપો કોઈ.

મને નિતનવો વિચાર આપો કોઈ.


આશાવાદ જિંદગીનું બીજું નામ છે,

નિરાશાને મનમાંથી વિસ્થાપો કોઈ.


માનવથી મોટો કોઈ ધર્મ ન હોઈ શકે,

માનવતા પ્રત્યેક પગલે સ્થાપો કોઈ.


આખરે આપણે માનવ છીએ બસ,

ઊંચો ગજ લઈને ના માપો કોઈ.


નથી મળ્યું એ નથી તમારું સમજો,

ના કાઢો રોજેરોજ બળાપો કોઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational