STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

દેજે

દેજે

1 min
45

તારા જેવા થવાનું હે હરિ મને વરદાન દેજે.

માનવથી ઈશ તરફ જવાનું મને સન્માન દેજે.


થોડું પામીને કદીએ હું ના બનું સંતુષ્ટ પ્રભુ,

પરોપકાર સદૈવ કરવાનું તું મને નિશાન દેજે.


આમ તો ઉરમંદિરે તારો વાસ છે નિરંતરને,

તારા ગુણાનુકીર્તન સાંભળે એવા કાન દેજે.


રટતી રહે જીહ્વા મારી નામસ્મરણ હંમેશાંને,

સ્વાદ પોષતાં જ નહીં, હરિનામ ખાનપાન દેજે.


થયો વિખૂટો તારાથી એ જ અપરાધ મારો,

શ્વાસ સરગમે સ્મરવા તને થવાને મસ્તાન દેજે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational