નથી તો નથી
નથી તો નથી
અપેક્ષાના ઉપવાસ કરતો નથી,
સલામી ગમે ત્યાં હું ભરતો નથી.
સહારો તમારો ડૂબાડી દેશે,
ભરોસે તમારા હું તરતો નથી.
બગીચાની ફોરમ ભ્રમર લઈ ગયો,
પ્રભુને હું અત્તર ધરતો નથી.
જીવી લે અહીં તું કારણ વિનાનું,
સમય બે ઘડી પાછો ફરતો નથી.
અખતરો હવાનો ના કર કલ્પ તું,
સુકાયા પછીયે હું ખરતો નથી.
