છે
છે


અનરાધાર હેલી પછીનો આ ઉઘાડ છે,
આંસુ વાચાળ નિર્દોષહાસ્યની વાડ છે,
સૌ દુઃખો હસતાં હસતાં સહી લીધાં,
આવીને આંસુ તે મારી ન મોટી ધાડ છે,
હસવું કઇ રીતે આ જીવન ઝંઝાવાતે,
કષ્ટોના હાથમાં મારી દુખતી નાડ છે,
જીવનના રંગમંચમાં જોકર બની ગઈ,
માટે અન્યોને હસાવુ એ ઈશનો પાડછે.