Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ખુલાસા આપવાનું બંધ કર

ખુલાસા આપવાનું બંધ કર

1 min
3


વાતવાતમાં ખુલાસા આપવાનું બંધ કર,

લોકોની દૃષ્ટિથી તારી જાતને માપવાનું બંધ કર,


લોકો તો હીરાને પણ કાચ સમજી શકે,

લોકોની ટીકાથી તારી જાતને દુઃખ આપવાનું બંધ કર,


તું સાચો છે, તો લોકોને ખુલાસા આપવાનું બંધ કર,

લોકોની વાત મગજમાં લઈ રાત આખી જાગવાનું બંધ કર,


વાતવાતમાં નકારાત્મકતા હૈયે ઉત્પન્ન કરે,

એવા લોકો સાથે બોલવાનું તું બંધ કર,


સોનાને પણ તર્કથી કથીર સાબિત કરી શકે છે લોકો,

બસ થોડી હિંમત રાખી, લોકો સામે હારવાનું બંધ કર,


જીત તો આખરે સચ્ચાઈની જ થવાની છે,

આમ પરેશાન થઈને રડવાનું તું બંધ કર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational