STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

જિંદગી

જિંદગી

1 min
291


જિંદગી મળી મને પરમેશ તારી કરુણા થકી,

જિંદગી મળી મને અધૂરાં રહ્યાં શમણાં થકી,


રહી જે આશ જીવની અમર, દેહ ધરનારીને

જિંદગી મળી મને ઉપકારો એનાં ઘણાં થકી,


આખરે ભટકવાનું નિતનવા ઓરતા ધરીને,

જિંદગી મળી મને હિસાબો કર્મ તણાં થકી,


ક્યાંક તડકો તો ક્યાંક છાંયડો હોય શીતળ,

જિંદગી મળી મને એહસાન અનેક ગણાં થકી.


Rate this content
Log in