જરૂરત મારે
જરૂરત મારે


તારા સાથની જરૂરત મારે.
તારા હાથની જરૂરત મારે.
એકલો અટૂલો ઝંખતો તને,
કો' સંગાથની જરૂરત મારે.
લાગે જિંદગી લાંબી કેટલી,
પૂર્ણ મનોરથની જરૂરત મારે.
રહે અડીખમ હરકદમ પર,
એવા નાથની જરૂરત મારે.
કરી શકે મુકાબલો સંગ્રામે,
તીરને ભાથની જરૂરત મારે.