Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purnendu Desai

Inspirational

4  

Purnendu Desai

Inspirational

શ્રદ્ધા

શ્રદ્ધા

1 min
24.8K


તું કઈ સાંભળે કે ન સાંભળે,

મારી અરજીને ભલે કાને ન ધરે, 

ખુશ છું હું કે,વમળો દિલમાં જ્યારે પણ ઉઠે,

તું વગર કહ્યે એને સ્થિર કરે.


તારું આપેલું તનેજ અર્પણ, હોય,

એ દુઃખનો ઘડો કે સુખની ગાગર તું ભરે,

'હું' ને મૂકી, લઉ શરણ જો તારું,

તું જ દુવિધાઓને મારી, એકદમ શાંત કરે.


એક પલક ઝબકતા જ તું મળે,

જો કોઈ તારામાં વિશ્વાસ ધરે,

આમ તો તું મુજમાં જ જડે છતાં,

મન મારું તને ઘટ ઘટમાં શોધ્યા કરે.


સંબંધ કંઈક આપણો એવો,

કે હું કઈ માંગુ નહીં ને તું મારી હૂંડી ભરે,

તું કઈ જ ન આપે હે નાથ, છતાંપણ,

વ્યવહાર 'નિપુર્ણ'નો સચવાયા કરે.


Rate this content
Log in