STORYMIRROR

SHEFALI SHAH

Inspirational

4  

SHEFALI SHAH

Inspirational

ઈશ્વરનો ઈજારો

ઈશ્વરનો ઈજારો

1 min
315


તું કોણ છે કરમના હિસાબ કરવાવાળો ?

એતો છે માત્ર ઉપરવાળા ઈશ્વરનો ઈજારો.


તું તો બસ માનવતાની રાહ પર ચાલ્યો જા,

એમાં જ મળશે તારા જીવનને કોઈ વર્તારો.


હાથ પકડીને દોરવણી ના કરી શકે તો ચાલશે,

પણ આંગળી ચીંધીને તો બન કોઈનો સહારો.


વાતે વાતે જૂઠ, હિંસા ને ચોરીનો છે જમાનો,

એ અન્યાયની સામે લડી બતાવ તારો ઇજારો.


આ, જે ખુરશી દાવની રમત છેડી છે બધાએ,

છોડ એની ઉપર કોઈ ઘગઘગતો તિખારો.


જીવન તો ચાલ્યું છે ને ચાલતું રહેશે આમ જ,

એમાં તારી હાજરી બતાવી જીવનને બનાવ કિનારો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational