તારી
તારી


ઠેરઠેર ભાસતી મને હરિવર આકૃતિ તારી.
સરિતા, સમંદર, શૈલે રખે હશે પ્રકૃતિ તારી.
જ્યાં નજરે ચડે સંપદા સદગુણો તણીને,
ત્યાં ત્યાં માનું હરિવર હશે વળી પૂર્તિ તારી.
કાને પડતી ક્વચિત પરાવાણી કોઈ સમે,
માનવ સ્વરૂપે શક્ય છે હોય એ મૂર્તિ તારી.
કરે કોઈ કામ પરમાર્થ તણા જનસેવાનાં,
પરખાય પરમેશ એમાં કદીએ કૃતિ તારી.
વસમા વખતે કરી યાદ પ્રાર્થના થઈ જતી,
હો ભલે અવકાશે સઘળે હશે શ્રુતિ તારી.
હોય અપરાધો અમારા અગણિત સહજ,
ભૂલીને ભલા થવાની ભગવાન વૃત્તિ તારી.