ખેડૂત
ખેડૂત


ખભે ખેસ, ખરપિયો ને ખાલી પેટ,
જમીન જળથી જગને જણસ ભેટ.
ખાતર, બીજ વાવી ઉગાડે સોનુ,
ખેડુ જેવડું મોટું દિલ બીજા કોનું ?
એનો દિવસ ઘડ્યો સૌથી લાંબો,
જીવતર વેંચી બીજા માટે આંબો.
વહેલા ઉઠી ઢોર ઢાંખર ધરવ્યા,
સૂકું ખાઈ ગાયને લીલું ચરવ્યા.
ખેતરે એરું અંધારે હડફેટે લીધા,
વાવણી, રોપણી, કાપણી, કીધા.
નિંદણ, ગોડવું, ખેડવું, લણવાનું,
ખો
દી ખાડા ખેડ ખાતર નાખવાનું.
દવા છાંટી મોલ રખોપુ કરવું રોજ,
રાતવાસો ને વાડીએ કેવીક મોજ.
તરસ્યા રહીને ખેત પાણી સીંચવું,
પરસેવે નાહીને મારી જાત નિચવું.
શિયાળે ટાઢ, સહ્યો ઉનાળે તડકો,
અન્ન ભંડાર વગરનો સંસાર કડકો.
નાહ્યા ચોમાસે ને ખૂંદ્યા ગારમાટી,
બારે માસ પરસેવે ધોઈ દેહ માટી.
ખભે ખેસ, ખરપિયો ને ખાલી પેટ,
ખેડૂત જાગે ને સુવે દુનિયા ભરપેટ.