STORYMIRROR

Arjun Gadhiya

Inspirational

4  

Arjun Gadhiya

Inspirational

કર ન ખોટાં અભિમાન રે જીવડાં

કર ન ખોટાં અભિમાન રે જીવડાં

1 min
494

કર ન ખોટાં અભિમાન રે જીવડાં,

તું છે બે ઘડીનો મહેમાન રે…


કમાયેલ કાગળિયા કામ નહિં આવે, (૨)

જગત જીવાડે સારાં કામ રે જીવડાં,

કર ન ખોટાં અભિમાન રે…


જગતની દોડમાં દોડ તું ભલે, (૨)

અંતે જોઈશે ખભ્ભા ચાર રે જીવડાં,

કર ન ખોટાં અભિમાન રે…


લંકાનો રાજા રાવણ રે મર્યો, (૨)

હતાં એનાય ખાલી હાથ રે જીવડાં,

કર ન ખોટાં અભિમાન રે…


સત્તા-સંપતિ તારે કામ નહિં આવે, (૨)

સત્કર્મ જીવાડશે 'અર્જુન' નામ રે જીવડાં,

કર ન ખોટાં અભિમાન રે…


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational