STORYMIRROR

Jaydip Bharoliya

Fantasy

3  

Jaydip Bharoliya

Fantasy

પતંગિયું

પતંગિયું

1 min
1K




સંદેશો લઈ સાથે, આકાશને એ ચુમી ગયું

પતંગિયું જાણે પ્રેમનું, પાંખ ફેલાવી ઉડી ગયું


રંગબેરંગી રંગ હતો, જાણે મેઘધનુષ સમો હતો

ફુલ થી ફુલ ફરી વળ્યું, ને ખુશ્બુ લઈ ઉડી ગયું


રંગ નથી કાચો તેનો, કે પાણીમાં ધોવાઈ જાય

દુર થી જ આપી આનંદ સૌને, ફરી તે ઉડી ગયું


કાળી પીળી પાંખોમાં ટપકે ટપકાં ઘણાં મજાનાં

મન મોહી હર કોઈના, પાંખ ફફડાવી ઉડી ગયું


લઈ જાઓ મારી મહેબુબનો ખત,ઓ પતંગિયાંઓ

કેમ છો? પુછી આવજો, આ સાંભળી એ ઉડી ગયું


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy