STORYMIRROR

Bina Majithia

Drama Fantasy

4  

Bina Majithia

Drama Fantasy

આભમાં પહોચું છતાંયે ના મળે.!

આભમાં પહોચું છતાંયે ના મળે.!

1 min
187

હું તને ગોતું છતાંયે ના મળે,

જાતમાં શોધું છતાંયે ના મળે.


એકલા થાકી જવાશે દોડતાં,

સિંહનું ટોળું છતાંયે ના મળે.


ચડઉતરની રમતમાં કેમ માપવું?

ત્રાજવે તોલું છતાંયે ના મળે.


કેટલાં થોથાં ઉખેડો ‘વેદ’ના,

‘ધર્મ’ તો ખોળું છતાંયે ના મળે.


આભમાં વસે તું ખુદા, એમ સમજી;

આભમાં પહોચું છતાંયે ના મળે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama