સ્વપ્ન
સ્વપ્ન
ભૂત ભવિષ્ય ને વર્તમાનને, યાદ અપાવતું આવ્યું સ્વપ્ન,
શ્રદ્ધા હતી પરમેશ્વરના સ્વરૂપમાં, આશીર્વાદ આપતું આવ્યું સ્વપ્ન,
દિવસભરની બોલચાલથી આ, રટણ જપતું આવ્યું સ્વપ્ન,
ઊંઘમાં મંદ મંદ સ્મિત આપતું, યાદોની વણઝારનું આવ્યું સ્વપ્ન,
વિચારોના વિશાળકાય દરિયામાં, ડુબકી મારતા આવ્યું સ્વપ્ન,
'પ્રણવની કલમ' ને મીટ માંડી બેઠેલા, અક્ષરોને કાગળ પર વહેવાનું આવ્યું સ્વપ્ન.
