સ્વાર્થી માનવ
સ્વાર્થી માનવ
પોતાના સ્વાર્થમાં ઘેલો થયો માનવી
વૃક્ષો કાપીને તારની વાડ કરી,
ઓક્સિજન માટે ભટકયો માનવી,
પાણી મેળવવા જમીનો શારી
કુદરતી આફતનો ભોગ બન્યો માનવી,
પોતાના સ્વાર્થમાં ઘેલો થયો માનવી
ખરાબ પાણી તળાવોમાં ઠાલવી,
જળ એજ જીવનનો નારો ભૂલ્યો માનવી,
ઔષધિ વૃક્ષો કાપી ઔષધી ગુમાવી
એન્ટિબાયોટિક પર વળ્યો માનવી,
પોતાના સ્વાર્થમાં ઘેલો થયો માનવી,
સુગંધ હવે નથી રહી અસલી ફૂલોમાં,
નકલી ફૂલોથી ઘર સજાવે ઓ માનવી,
કુદરતના ખજાનાને જાણ્યો નહીં
પૈસા પાછળ દોટ મૂકે માનવી,
પોતાના સ્વાર્થમાં ઘેલો થયો માનવી,
દિશ કહે જીવન તારુ સફળ કરવા
હવે તો વૃક્ષ વાવ ઓ માનવી,
જીવવું હશે આ જગતમાં જો તારે
બચાવ કુદરતી સંપત્તિઓ માનવી.
