સ્વાર્થ - સઘળી માનવજાત
સ્વાર્થ - સઘળી માનવજાત
સાંભળજો સૌ કે સ્વાર્થની વાત કરું છું
બીજાથી નહીં મારાથી શરૂઆત કરું છું.
મને જો ગમે તો સારું ગણું છું
બીજાની પસંદને ખરાબ કહું છું.
બીજાના જીવનમાં ઝાંકવાની ટેવ
પોતાની જિંદગીએ નકાબ કહું છું.
થાય અવગણના તમારા પ્રશ્નની
મારો તો સઘળો જવાબ કહું છું.
કરવી બીજાની ખોટી વાહ વાહી
ને મારી વાર્તા લાજવાબ કહું છું.
કોઈની આંખોના સપના ભ્રમ છે
મારા નયનનાં તે ખ્વાબ કહું છું.
દુનિયાને તો દાગ ક્યાં ઓછા છે !
ખુદને તો જાણે આફતાબ કહું છું.
હું જે ગણાવું વ્યસનો છે બધાં
અને હાથમાં મારા શરાબ કહું છું.
કટાક્ષ સમજો તો કટાક્ષ કહું છું
જગત પર એક દ્રષ્ટિપાત કહું છું.
તમે જે ગણો એ નજર તમારી
હું તો એને નર્યો સ્વાર્થ કહું છું.
ઈશ્વર બનવું ક્યાં સહેલું છે 'અંજુ'
સ્વાર્થને સઘળી માનવજાત કહું છું.
