સૂરજ તારા નામ છે અનેક
સૂરજ તારા નામ છે અનેક
અરુણસારથિ, અંશુમાન, અંશુમાલી ને આફતાબ
અરિહા, અર્યમા, આદિત્ય નામ બહુ છે લાજવાબ,
કલિંદ, કિરણમાલી, ખગ, ખુરશેદ રવિ, પ્રભાકર
સૂર્ય, દિનકર, મિત્ર, મિહિર, માર્તંડ અને ભાસ્કર,
સવિતા, સૂરજ, ધોમ, તપ, તપસ, ભાનુ, દિવાકર
તમારિ, મરીચી, દિનનાથ, તારો છે મારો વિભાકર,
શૂર, પતંગ, પાથ, આતપ, ધૂપ, પૂષા, દિનમણિ
અવિ, અરુણ, દિપ, દિપેશ, દિનકર, વાસરમણિ,
રશ્મિવત, સુકેત, પ્રકાશક, પૂષા પૂજ્યનો ખ્વાબ
અરિહા, અર્યમા, આદિત્ય નામ બહુ છે લાજવાબ.
