સુપરમેન
સુપરમેન
જગતમાં નથી કોઈ માનવી નકામો
સૌને આપ્યો ઈશ્વરે સમય સરખો,
રહે બેસી રહેવાવાળો નસીબને ભરોસે
મહેનત કરવાવાળો ચાલે સાથે સમયને લઈને,
નસીબને ભરોસે બેસી દોષ આપે જગને
સમય સાથે ચાલી સફળતા મેળવી ઊંચી ટોચને પામે,
સામાન્ય માનવી નથી કોઈ જગમાં
સૌ માનવીમાં હોય છે એક સુપરમેન,
સમય આવે દેખાડવી જગને શક્તિ ખૂદની
પોતાનામાં રહેલો એક સુપરમેન દેખાડવા જગને.
