STORYMIRROR

Kaushal Sheth

Abstract

4  

Kaushal Sheth

Abstract

સ્તબ્ધ છે

સ્તબ્ધ છે

1 min
14

નજર સ્તબ્ધ છે અને વિચાર સ્તબ્ધ છે,

ચમનના હાલ જોઈને બહાર સ્તબ્ધ છે,


અહિંતહિં ભટકી રહ્યાં છે બધા અહિં,

સાજા છે ભયભીત, બિમાર સ્તબ્ધ છે,


તાંડવ એવું ચાલ્યું છે મોતનું જગતમાં ,

શબની હાલત જોઈને નિહાર સ્તબ્ધ છે,


કુદરત તારું કાળચક્ર થોભાવી દે હવે,

રાત ગોઝારી જોઈને સવાર સ્તબ્ધ છે,


ઊભી છે ઈમારત આ યુગોથી અડીખમ,

પાયાના હાલ જોઈને મિનાર સ્તબ્ધ છે,


છે બધા મશગૂલ છતાં ઈશ્વરની ભક્તિમાં,

શ્રદ્ધા આવી જોઈને લખનાર "સ્તબ્ધ" છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract