સરનામું
સરનામું
વાયરામાં ખોઈ ખોઈ તમારી સુંગધ ને
હૈયું મહેકાવ્યું મારું આજ,
હોઠો પર મલકે તમારું સ્મિત ને
જીવન ઉપવન બની ખીલે,
પ્રેમનાં પુષ્પો અચાનક વરસ્યાં ને
તરસી ગઈ નયન તમારી ઝલકને,
કેટલા સપનાં સજાયા મેં આજ રે
મહેંકી ઊઠ્યું મારું જીવતર,
જાણે હૃદયને તારું સરનામું મળ્યું
મારા શબ્દોને તારું નામ જડતું.
