Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Abstract

4.9  

'Sagar' Ramolia

Abstract

સરદારનું ગીત - ર૦

સરદારનું ગીત - ર૦

1 min
461


અસહકાર-૧ (ઈ,સ, ૧૯૧૯)

ખિલાફ તે દગો મળ્યો, ને અત્યાચાર થાય રે;

હિંદુ-મુસ્લિમની તેથી, લાગણીઓ દુભાય રે,

સ્વરાજ મેળવી લેવું, હટાવી સરકાર રે;

આ બધાં કારણો માટે, થયો અસહકાર રે,


અહીં વલ્લભભાઈએ, એનો કર્યો ઠરાવ રે;

પરિષદ ભરી પોતે, રજૂ કર્યો સુઝાવ રે,

ઘસાવે નાક લોકોને, એવી છે સરકાર રે;

પંજાબીને ઘસી પેટ, ચલાવે નામદાર રે,


પ્રજાની મશ્કરી થાય, કેમ ભૂલી જવાય રે ?

આવી આ સરકારોને, સાથ કેમ અપાય રે ?

ભાવિને કેમ દેવાય ? વારસે અપમાન રે;

જોખમથી ડરે નૈ તો, પ્રજા બને મહાન રે,


પ્રજાનું નૂર ચૂસે છે, અંગ્રેજ સરકાર રે;

કરવા દૂર તેઓને, કરો અસહકાર રે,

આપ્યો વલ્લભભાઈને, બધાએ આવકાર રે;

ચૂંટી પ્રમુખના હોદ્દે, આપ્યો છે અધિકાર રે,


ફાળો સ્વરાજ માટેનો, કરવા કાજ જાય રે;

લક્ષયથીયે વધારેનો, ફાળો ભેગો કરાય રે,

છે સરકાર મૂંઝાણી, જોઈ આ હિલચાલ રે;

એમાં અમલદારોના, છે બગડેલ હાલ રે,


વિદેશી કપડાં બાળે, ને બહિષ્કાર થાય રે;

ગામડાં ને શહેરોમાં, હોળી જ પ્રગટાય રે,

ત્યાગી વલ્લભભાઈએ, વિદેશી હર ચીજ રે;

લોકો શીખવવા લાગ્યા, અંગ્રેજોને તમીઝ રે,


દારૂપીઠે કરે ચોકી, મહિલાઓ મહાન રે;

વિદેશી લૂગડાંની થૈ, બંધ બધી દુકાન રે,

ચાલ્યા છે નોકરી છોડી, દેશ કાજે યુવાન રે;

ને યુવરાજને કયાંય, જરા મળ્યું ન માન રે,

**

લાવ્યો વલ્લભભાઈએ, જુસ્સો અસહકારમાં;

ગાંધી સાથે મળી લાવી, ધ્રૂજારી સરકારમાં.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Abstract