STORYMIRROR

'Sagar' Ramolia

Abstract

4  

'Sagar' Ramolia

Abstract

સરદારનું ગીત - ૮પ

સરદારનું ગીત - ૮પ

1 min
605

દેહોત્સર્ગ (ઈ,સ, ૧૯પ૦)

ગાંધીનું ખૂન તેઓને, આઘાત દૈ’ ગયેલ રે;

આઘાતથી કદી’ તેઓ, નીકળી ન શકેલ રે,

વાટે અંતિમ ધીરેથી, વધેલા સરદાર રે;

લીધી ન કાળજી તેણે, કાયાની તલભાર રે,


વિષાદમાં ગયા ડૂબી, કોઈથી ન કળાય રે;

આ કરું તે કરુંમાંથી, બહાર ન અવાય રે,

પેટનો રોગ પોતાનું, કરતો જાય કામ રે;

નજીક આવતું જાય, હવે અમરધામ રે,


આરોગ્ય કથળે તોયે, જહેમત કરેલ રે;

અનેકવાર બેભાન, તેથી બની ગયેલ રે,

પડયા હતા પથારીએ, દેશ ચિંતા ન જાય રે;

અસર ઘેનની ગોળી, કરતી ન જરાય રે,


ચીનના આશયો અંગે, ચિંતા થતી રહેલ રે;

કદી’ તિબેટ-નેપાળ, મનથી ન ખસેલ રે,

પૂર્વ બંગાળના હિંદુ, વિસરી ન શકેલ રે;

ખોરાક ખાધની ચિંતા, મન ઘેરી વળેલ રે,


વ્યાધિ ભરખતી જાય, મોત નજીક જાય રે;

પીડા વધી જવા લાગી, શરીર કરમાય રે,

મંગળ મંદિરે તેઓ, જવા તૈયાર થાય રે;

જઈ અગમના દ્વારે, ઊભા તેઓ જણાય રે,


કરવત રહે ચાલી, પેટ ભોંકાય જાય રે;

દિલ્લીથી મુંબઈમાં જૈ’, હવાફેર કરાય રે,

ત્યાં તેઓને વધારાના, કરાય ઉપચાર રે;

ને ઉપચારથી થોડો, જણાયો ફેરફાર રે,


ત્રીજા દિવસથી પીડા, એકદમ વધેલ રે;

પછી કલાક ચોવીસ, પીડામાં રહેલ રે,

હતી પંદર તારીખ, ને ડિસેમ્બર માસ રે;

સાથીઓ ને સગા ત્યારે, રહેલાં આસપાસ રે,

**

નવ ને સાડત્રીસે એ, કાળ સવારની ઘડી;

અલવિદા કરી દીધી, સરદારે ઢળી પડી.

(ક્રમશ:)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract