STORYMIRROR

'Sagar' Ramolia

Abstract

4  

'Sagar' Ramolia

Abstract

સરદારનું ગીત - ૧૭

સરદારનું ગીત - ૧૭

1 min
464

ખેડા સત્યાગ્રહ-૪ (ઈ,સ, ૧૯૧૮)

બની ગયા સિપાહી છે, વલ્લભ વીર આજ રે;

હટાવવા મથે તેઓ, જલ્દી અંગ્રેજ રાજ રે,

સત્ય માટે લડી લેવું, ભલેને જાય જીવ રે;

ખોટી રીતે જશું ઝૂકી, કેમ રે’શું સજીવ રે ?


ફરે લડતને કાજે, સેવકો ગામ-ગામ રે;

સાદગીથી રહી તેઓ, સેવા કરે તમામ રે,

સ્ત્રીઓએ પુરુષો સાથે, છે મિલાવેલ હાથ રે;

મર્દોની પ્રતિજ્ઞા માટે, વરસાવે વહાલ રે,


ભેંસો જમીન કે સોનું, લૈ જાય સરકાર રે;

પણ તોડે નહીં કોઈ, પ્રતિજ્ઞા તલભાર રે,

કરવું છે ગમેતેમ, મહેસૂલ વસૂલ રે;

એ વાત સરકારે તો, કરેલ છે કબૂલ રે,


લોકો બધું જવા દે છે, બોલે નહિ જરાય રે;

ચીજવસ્તુ ગમે તેવી, જપ્તીમાં લૈ જવાય રે,

સરકાર કરે ચોરી, જપ્તી નામે ધરાર રે;

પ્રજા ઉપર વર્તાવે, ત્રાસ હદ બહાર રે,


લેતા અમલદારો તો, ખાલસામાં જમીન રે;

કેમ કરી બની જાય, સુખી ખેડૂત દીન રે,

જપ્તીમાં દૂઝણી ભેંસો, લૈ જાય સરકાર રે;

લોકો ત્રાસ સહી લેતા, કરે નૈ ઊંહકાર રે,


કહ્યું વલ્લભભાઈએ, મર્યાદા ન મૂકાય રે;

લોકોને પણ આ વાત, જલદી સમજાય રે,

લોકોની દૃઢતા જોઈ, મૂંઝાણી સરકાર રે;

યુદ્ઘનો લાવવા અંત, કર્યો એક કરાર રે,


સુખી ભરે મહેસૂલ, બીજાંનું થાય માફ રે;

કર્યું કબૂલ લોકોએ, મળતા ઈનસાફ રે,

થઈ અમલદારોની, પ્રજા સમક્ષ હાર રે;

હર્ષની વરસી હેલી, પ્રજામાં ધોધમાર રે,

**

સત્ય નિર્ભયતા સંપ, ને સ્વાર્થત્યાગ દૃઢતા;

મળ્યો વિજય લોકોને, આટલા રસ ચાખતાં.

 (ક્રમશ:) 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract