STORYMIRROR

'Sagar' Ramolia

Classics Inspirational

4  

'Sagar' Ramolia

Classics Inspirational

સરદારનું ગીત-૧૩

સરદારનું ગીત-૧૩

1 min
508

મ્યુનિસિપાલિટીમાં (ઈ.સ. ૧૯૧૭)


મ્યુનિસિપાલિટી માટે, બન્યા ઉમેદવાર રે;

અમદાવાદ આપે છે, તેઓને આવકાર રે.

કરે છે દિલથી પૂરા, સેવા શહેર કાજ રે;

પ્રજાને થાય અન્યાય, ઉઠાવે ત્યાં અવાજ રે.


સાફસૂફી થઈ જાય, તેથી બન્યા સક્રિય રે;

હટાવવો પહેલા તો, કમિશ્નર અપ્રિય રે.

એના માટે કરી લીધી, બારીક ત્યાં તપાસ રે;

હટાવવા ’શિલીડી’ને, રાખી નહિ કચાશ રે.


અંતે તેને જવું પડયું, છોડીને આ શહેર રે;

ધન્ય વલ્લભભાઈ છે, લાવી હર્ષ લહેર રે.

એન્જીનિયર ’મેકાસે’, ખોટો આવી ગયેલ રે;

આવડત નહોતી ને, અહીં ફાવી ગયેલ રે.


’મેકાસે’ જાય એવું આ, બીજું આવેલ કામ રે;

કરી વલ્લભભાઈએ, તૈયારી ધૂમધામ રે.

ચાલ્યો ગયો જ ’મેકાસે’, આવ્યું પૂર્ણવિરામ રે;

ત્યાં ફાટી નીકળી પડયો, વાડિયાનો દમામ રે.


કામ પ્રત્યે રહેતો તે, ખૂબ બેદરકાર રે;

કોઈની સૂચનાઓને, નહોતો માનનાર રે.

હતાં વોટર શાખાનાં, પૂરાં અન્જીન ચાર રે;

રાખીને ત્રણને બંધ, એક ઉપર ભાર રે.


એક પણ પડે બંધ, પાણી કેમ અપાય રે;

જો પાણી ન મળે તો તો, પ્રજા હેરાન થાય રે.

કર્યા વલ્લભભાઈએ, એના ખૂબ ઠરાવ રે;

જલદી બદલી જાય વાડિયાનો પડાવ રે.


પાણી ઓછા દરે લેતા, ગોરા અમલદાર રે;

શહેરી ભોગવે દ્વિધા, પાણીની તો અપાર રે.

હતું વલ્લભભાઈને, પ્રજા પ્રત્યે વહાલ રે;

તેથી લાવેલ તેઓએ, આ પ્રશ્નનો નિકાલ રે.

**

સાફ-સૂફી મહાકાર્ય, આગળ વધતું ગયું;

જોઈ આવું પરાક્રમ, તંત્ર સુધરતું ગયું.

(ક્રમશ)


Rate this content
Log in

Similar gujarati poem from Classics