STORYMIRROR

Pooja Patel

Abstract Fantasy Inspirational

3  

Pooja Patel

Abstract Fantasy Inspirational

સ્પર્ધાની બરાબરી

સ્પર્ધાની બરાબરી

1 min
184

કરી બરાબરી ને માર્યા સપનાં મારા આવી સ્પર્ધા

મારી પોતાની મરજી મુજબ ન થવા દે એવી સ્પર્ધા

અણધાર્યા પલટા અને બનાવો બને એવી હોય સ્પર્ધા

કરે મૂલ્યાંકન તમારું કોઈ બીજું એવી સ્પર્ધા

જીતી ગયા તો બન્યાં આંખોના તારા એવી સ્પર્ધા

ને હાર્યા તો તમે બન્યાં કાંકરી આંખોની એવી સ્પર્ધા

સ્પર્ધાના રૂપ હજાર;

પરિણામ આવીને જ રહે એવી સ્પર્ધા !


ઇનામની લાલચે ભાગ લેવડાવે એવી સ્પર્ધા

પોતાની ગમતી આદતો સુધારે એવી સ્પર્ધા

પોતાને શ્રેષ્ઠમાંથી સર્વશ્રેષ્ઠ બનાવે એવી સ્પર્ધા

હાર તરફથી જીતની સફર બતાવે એવી સ્પર્ધા

નિયત સ્થળે ભાગદોડ કરાવે એવી સ્પર્ધા

સ્પર્ધાની પણ બરાબરી બીજી સ્પર્ધા સાથે થાય એવી સ્પર્ધા

સ્પર્ધાના રૂપ હજાર;

પરિણામ આવીને જ રહે એવી સ્પર્ધા !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract