સપનું ઊગ્યું
સપનું ઊગ્યું
ઝડી પડી ને સપનું ઊગ્યું,
વાત ઘડી ને સપનું ઊગ્યું,
કોઈ કળી ભરપાનખરે,
આંખે ચડી ને સપનું ઊગ્યું,
કોઈ અલગારી ગીત રચે,
મળી કડી ને સપનું ઊગ્યું,
કોઈ અજનબી આવવાની,
સૂણી છડી ને સપનું ઊગ્યું,
ચાંદની રાતે સુંદર પળે,
રાત રડી ને સપનું ઊગ્યું,
‘સાગર’ જીવરૂપી કાપડની,
વાળી ગડી ને સપનું ઊગ્યું.
