STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

3  

'Sagar' Ramolia

Fantasy

સપનાં

સપનાં

1 min
403

લાગણીનો સાર સંસાર છે સપનાં,

દેવની દીધેલ પતવાર છે સપનાં,

 

મૃગજળ જોઈ રણે જીવડો ટકતો,

જીવવાનો એમ આધાર છે સપનાં,

 

શોકમાં આવી હરખ તે ભરી દેતાં,

જિંદગીનો એ ચમત્કાર છે સપનાં,

 

રાજવી ખુદ છે ત્રણે લોકનો મોટો,

રોજ મળતો રાજદરબાર છે સપનાં,

 

થાય ‘સાગર’ રોજ મન સાથ અથડામણ,

કવિકલમનો ઉચ્ચ રણકાર છે સપનાં.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy