સનમની વાટ
સનમની વાટ
વિરહ થયો છે દિલમાં મારા,
મયખાનામાં આવ્યો છું,
સનમના ગમને દૂર કરવા હું,
જામ પીવા આવ્યો છું,
જામના ઘુંટને ઘીરે ઘીરે હું
ગળા નીચે ઉતારું છું,
દિલમાં ઇશ્કની લહેર ઉઠતાં હું,
જામનો આનંદ માણું છું,
સનમની મુજને યાદ આવતા હું,
મધુર યાદોમાં ડૂબ્યો છું,
જામના ઘુંટની અસર નીચે હું,
સનમની વાટ જોઉં છું,
શોર મચ્યો છે મયખાનામાં,
સનમને આવતી નિરખું છું,
દોડીને બાંહોમાં લઈને હું,
નશામાં ભાન ભૂલ્યો છું,
જામ છલક્યો છે મયખાનામાં,
ઇશ્કની મહેફિલ સજાવું છું,
સનમની અંગડાઈ જોઈને "મુરલી"
હુસ્નનો જામ છલકાવું છું.

