STORYMIRROR

Tirth Soni "Bandgi"

Abstract Inspirational

3  

Tirth Soni "Bandgi"

Abstract Inspirational

સંકીર્ણતા

સંકીર્ણતા

1 min
164

સંકીર્ણ વિચાર પાછળ ખૂબ દોડ્યાં,

શબ્દોના અર્થને વિશાળ થતાં રોક્યાં,


"પ્રેમ" શબ્દનો જો ઉચ્ચાર કરે તો,

બસ એક પુરુષ-સ્ત્રીને જ જોયાં,


પ્રેમ તો હૃદયની ભીનાશ છે, 

પ્રત્યેક સંબંધનો શ્વાસ છે,


બે ભાઈઓ વચ્ચે, સંતાન ને માતાની વચ્ચે,

સંતો ને સંસારી વચ્ચે, પશુ પંખી ને પ્રકૃતિ વચ્ચે,


અલ્લાહ ઈશ્વર ને ભક્તો વચ્ચે, 

કોઈ અજાણ્યા બાળ ને મુસાફર વચ્ચે,


મૌન અને અવાજ ની વચ્ચે,

માનવ ને માનવની વચ્ચે,

હર બંધનમાં લાગણી રૂપે જે શ્વાસ છે,


"પ્રણય" એ તત્વનું નામ છે,

આવા અનેક શબ્દો છે,


જેના અર્થને સીમાનું બાંધ છે,

ઉદાહરણ સહેલું દીધું,

જે પ્રચલિત આજ કાલ છે,


તોડો મરડો શબ્દો ને શોધો, 

આ સાંકળને સંકીર્ણતા છોડો,

તોજ સ્વતંત્રતા નો અધિકાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract