સ્નેહની એ ક્ષણો
સ્નેહની એ ક્ષણો
વાત જેમ થોડી ઘણી તમારી હતી,
વાત તેમ થોડી ઘણી અમારી હતી.
આમ તો રોજ મળતા હતા આપણે,
પણ ઇચ્છાઓ બધીય કુંવારી હતી.
કેવી હતી? એ મજા! એ ખુશીઓ,
સ્નેહની એ ક્ષણો બધી હુંફાળી હતી.
ગમતું હતું તમારું રિસાવું પણ કદિક,
તમારી રીસ પણ અમોને વહાલી હતી.
યાદ આવે છે ને? તમોને એ ' જશ ',
એ સમયે આપણી જાહોજલાલી હતી.
