સંબંધના સમીકરણ
સંબંધના સમીકરણ
નણંદ ભોજાઈનો સંબંધ ખુબજ નિરાળો છે
એ ભાઈ અને પતિ બંને સંબંધને જોડતી કડી છે,
નણંદ અને ભોજાઈ કહે છે બહેનો છીએ
ભાભી નણંદને બહેન કહે છે,
પરંતુ બહેન અને નણંદ વચ્ચે કદાચ
પાતળી ભેદરેખા છે
એટલેજ માસીના દીકરી કે કાકાઈ બહેન
નણંદ બા ને ભાભીથી વધુ વહાલી હોય છે
કડવું છે પણ સત્ય છે,
હું પણ કોઈની ભાભી છું
તો મારી પણ કોઈ ભાભી છે
પરંતુ દરેક નણંદ એમ સમજે ભાભી છે,
એ મારા જ ઘરની વ્યક્તિ છે
ત્યારે ગાયબ થઈ જશે
જે સંબંધની વચ્ચે રહેલ પાતળી ભેદરેખા છે,
હા જેમ નણંદ બા સમજે
એમ ભાભી પણ માને કે આ મારા બહેન છે,
કારણ તાળી બે હાથે જ વાગે છે,
ભાઈ હોય સગો કે પછી પિતરાઈ
ભાભીને સ્વીકારી પ્રેમથી રાખો
કારણ એ તમારા ભાઈની જીવનસાથી છે,
સગી ભાભી હોય એને સગી નણંદ પર
લાગણી વધુ હોય અને હોયજ છે,
માસીની દીકરી કે કાકાઈ બહેન દ્વારા
ક્યારેય સગા નણંદ ભોજાઈ વચ્ચે આવી જવાય નહીં
એ ખ્યાલ રાખવો દરેક નણંદ બા ની ફરજમાં છે,
ભાભી માટે બધી જ નણંદ સરખી રહે
લાગણી સગી નણંદમાં વધુ પિતરાઈમાં ઓછી
એવી ભેદ રેખા ખોટી છે
સંબંધના આવા ઘણા સમીકરણ છે
જે સમજવા દરેક લોકોએ જરૂરી છે.
