STORYMIRROR

Chhaya Khatri

Abstract

4  

Chhaya Khatri

Abstract

સંભારણું

સંભારણું

1 min
392

આવ્યો એવો વિયોગ કે, ના રહ્યું ભાન કે સાન,

વિરહની વેદના કહેવી કોને, કહેવાથી શું થાય ?


ભર જુવાનીમાં આવ્યો રંડાપો, એમાં નાનું બાળ,

પ્રથા નથી સમાજ માં, બીજે ધર મંડાય નહિ.


રોજ રોજ દિવસો જાય નહિ, લાગે અંધારી કાળી રાત,

સમાજ વચ્ચે રહેવાનું ને, લાજ મર્યાદા ભુલાય નહિ.


ભૂખ્યા વરુથી બચવું કેમ ને, ધર બાર નીકળાય નહિ,

સમય સમયનો ખેલ છે, બદલાયો એવો જમાનો.


જુવાન કહે સમયની સાથે ચાલો, ઘરડાંનાં મન બદલાય નહિ,

સુખ, સાહેબી, હોય જ્યારે માથે કુમકુમનો ચાંદલો હોય.


વિયોગ, હવે સહેવાતો નથી, દેશને કાજ આપ્યું બલિદાન,

આવ્યો એવો વિયોગ કે, ના રહ્યું ભાન કે સાન.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract