સમય યાત્રા
સમય યાત્રા


હું છું સમય યાત્રા અને દરેકે દરેક વસ્તુનું હું અનુસંધાન છું
દરેક અર્થ કાઢે છે પોતાની રીતે, હું દરેકનું અલગ વ્યાખ્યાન છું,
મારો વિસ્તાર છે અમાપ, હું માત્ર પૃથ્વી પુરતી નથી સીમિત
અનાદિ અને અનંત છે મારી યાત્રા, ન પડકારી શકાય એવું આહવાન છું,
મને જો બોલાવશો સમયચક્ર તરીકે, તો આવશે હકારાત્મક સ્પંદન
અને જો જોશો કાળ ચક્ર તરીકે તો, વિનાશક કાળનું નિશાન છું,
દરેક વ્યક્તિ માટે વ્યક્તિગત સમયયાત્રા, શરૂ થાય છે એના જન્મ સાથે
એની અંતિમ - સ્મશાન યાત્રા, સમય યાત્રાના અંત સમાન છે,
દુનિયાનો કોઈ પણ પ્રશ્ન એવો નથી, જેનો મારી પાસે ઉકેલ નથી
હું છું સમયનું એવું ચક્ર, જેની પાસે દરેક સમસ્યા પણ બની રહે સમાધાન છે,
હું સમય છું, છું વર્તુળની લય, મારી યાત્રાનો ક્યારેય કોઈ અંત નથી
મને જુઓ તો હું અલૌકિક બ્રહ્માંડના વિધિનું ગુઢ વિધાન છું.