સમત્વનું સત્વ
સમત્વનું સત્વ
સમત્વનું સત્વ ધારણ કરનારા સાચા પંડિત છે
સમત્વનું તત્વ, વિપદાઓ પર અપાવે જીત છે,
દરેક કાર્યમાં જ્યારે પ્રતિબિંબિત થાય ભગવાનની ઈચ્છા
ત્યારે જ સમત્વ થઈ થકે સ્થાપિત છે,
અનુકૂળતાઓ અને પ્રતિકૂળતાઓ તો હોય છે દરેક્ની જિંદગીનો ભાગ
દરેક સંજોગોમાં સમત્વની દષ્ટિ, જિંદગીના બાગને રાખે પલ્લવિત છે,
દરેકે દરેક ઘટનાક્રમમાં દેખાવી જોઈએ ઈશ્વરેચ્છા
ઈશ્વરમાં અડિગ શ્રધ્ધામાં જ સમાયું સંસારનું હિત છે.
