STORYMIRROR

Vasudev Barot

Classics

3  

Vasudev Barot

Classics

સ્મૃતિ સાહચર્ય

સ્મૃતિ સાહચર્ય

1 min
1.0K


ના વિસ્મરું કો'દિ અતીતરાગને,

સ્થાપી ચહ્યો અંતરમાં હંમેશનો.


સંવાદ છે અંકિત કર્ણના પટે,

ટોળે વળી સ્મૃતિ કણો ધરી રહે.


ચાલી ગયાંની રજ જે ખરી જરા,

એ છાપ આહીં અળગી જણાય છે.


છોડી નિશાની પવનો વહી ગયા,

નિ:શબ્દ પર્ણો જ થયાં વૃક્ષ તણાં.


કેવાં હતાં સ્પંદન રોમરોમમાં,

આ જિંદગી આહત એટલી જ છે.


છેટું રહે જેમ જ આભને ધરા,

માર્ગ ગળે છે પગલાં, ભુખાળવો.


વીતી હતી સાહચર્ય મળી પળો,

મારાપણાથી સરતી રહે હવે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics