STORYMIRROR

'Sagar' Ramolia

Abstract

3  

'Sagar' Ramolia

Abstract

સમજી બેઠો

સમજી બેઠો

1 min
313

જીતેલી બાજી હારેલી સમજી બેઠો,

જીવનની ગાડી રોકેલી સમજી બેઠો,


સુખ સાથે દુ:ખ પણ વરસે છે મન મૂકીને,

તે ઈશ્વરકૃપાની હેલી સમજી બેઠો,


જાણે આ પળમાં કોઈ ગોકીરો નો'તો,

હાલતને થોડી સુધરેલી સમજી બેઠો,


મારી આ આવરદામાં કયાં છે મારો હક !

પ્રભુ પાસેથી એ માંગેલી સમજી બેઠો,


'સાગર' અક્કલ મારી, ઉપયોગી બીજાને,

મુજને કોઈએ આપેલી સમજી બેઠો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract