સમજાય છે ? - હઝલ
સમજાય છે ? - હઝલ
ચોર ચોરી થાય તો મલકાય છે,
જેલમાં ડાંસો થકી મૂંઝાય છે,
તોડવા તાળાં કરે બળ કેટલું !
કષ્ટ તેનું લોકને સમજાય છે ?
જેલમાં ડંડા ઘણા ખાધા પછી,
ચમકતા હીરા બધે દેખાય છે,
માર ખાધો ને ઘણી પ્રતિજ્ઞા કરી,
મન છતાં ચોરી તરફ લોભાય છે,
શીખ 'સાગર' તું ગુલાંટો મારતાં,
ચોર થૈ ને તો સુખી સૌ થાય છે.
