સખી
સખી
તારા સરનામે સખી, શું- શું રે હું મોકલાવું,
મારુ વ્હાલ સખી, કેવી રીતે હું મોકલાવું,
તારા જન્મદિવસે ક્યાં તને મળવાને હું આવું,
શું ક્યાં કેવી રીતે છોડ બધા સવાલોની ભરમાર,
રોજ રોજ સપનામાં રે, તને મળવાને હું આવું..
તને ગમશે ને ! સખી,
બોલ તારા સરનામે મારી લાગણી ને પ્રેમ વહેતાં કરું,
બોલ તારા સરનામે મારી આંખોથી નીર વહેતાં કરું
તું રહે વર્ષોવર્ષ નીરોગી ને તને સફળતા ખુબ મળે
બોલ તારા સરનામે, કયા કયા રસ્તાને મળતાં કરું.
ખોબલે ખોબલે શુભેચ્છાઓ સાથે સરસ મજાની ભેટ
સાડી, ડ્રેસ કે ફ્રોક, ચણિયા ચોળી કે વેસ્ટર્ન આઉટફીટ
એક લાલ ગોલુ મોલુ ભાલુ, સરસ મજાની ફેમીલી ફોટો ફ્રેમ
પ્રાર્થના કરુ સરસ્વતી માતને, સ્વર છે તું લતાજીનો ડુપ્લીકેટ.