STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Fantasy Romance

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Fantasy Romance

શ્યામા

શ્યામા

1 min
28.2K


સ્નેહ સ્પંદનોને કંઇક એવી રીતે પ્રસાર,

કે હૈયું આખું ટેરવા સુધી પ્રેમથી વિસ્તરે,


એક અષાઢ ઉમટી જાય ભીતર ભીતર,

ને વાદળ વ્હાલનું ફાટીને આંખેથી ઊભરે,


મારા ખાલીપાના સરોવરમાં ઝીલું તને શ્યામા,

પાળો પ્રેમની બાંધી હસ્તી મારી તને સંઘરે,


પછી ભરી લઉં કામણ સઘળાં કાજળ માં,

તારી ચાહ હોવા છતાંય તું પછી શેં નિકળે,


તારી યાદોની "પરમ" હૂંફથી આવીને તું જો,

અસ્તિત્વ મારું "પાગલ" થઈને કેવું પીગળે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy