Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

Hiren MAHETA

Romance Fantasy

4.5  

Hiren MAHETA

Romance Fantasy

મન મારું વાદળ થઈ જાતું

મન મારું વાદળ થઈ જાતું

1 min
62

આકાશે જોતાં જ મન મારું હરખાતું, દોડીને વાદળ થઈ જાતું,

ઓચિંતું ધરા પર ફોરામાં વરસીને ઝરણાની જેમ વહી જાતું.

વાદળની પાછળ એ દોટો લગાવે ને અટકે ના અમથું જરીક,

ઊડતા ઉમંગો અને વણખૂટી આશાઓ ઊંચકીને દોડે લગીર,

ક્યારેક તો વાદળીની લીસી સપાટી પર હરણાં શું છેલ થઈ જાતું,

આકાશે જોતાં જ મન મારું હરખાતું, દોડીને વાદળ થઈ જાતું.

કોરું કોરું એ તો રખડ્યું બહુ જ પણ ભરતું નહિ કદીયે ઉમંગ,

વાદળની સંગે એ જઈને બેઠું ને ત્યાંતો ભીના થઈ ઉછળે તરંગ,

થોડીક વારમાં એ ઠેકડાઓ ભરતું ને થોડામાં ઠાવકું થઈ જાતું,

આકાશે જોતાં જ મન મારું હરખાતું, દોડીને વાદળ થઈ જાતું.

કાળી ઘટ્ટ વાદળીને જોતાં જ પળભરમાં ગીતોનો રેલાવે સૂર,

ભીતર ભરેલી કોઈ આશામાં સળવળતું ટાંપીને બેઠું છે દૂર,

ઘડીકમાં ખીલતું ને ઘડીકમાં કરમાતું, ઘડીકમાં મયુર થઈ જાતું,

આકાશે જોતાં જ મન મારું હરખાતું, દોડીને વાદળ થઈ જાતું.

Rate this content
Log in

Similar gujarati poem from Romance