STORYMIRROR

Hiren MAHETA

Romance Fantasy

4  

Hiren MAHETA

Romance Fantasy

હું તો છુપાયો પેલી વાડમાં

હું તો છુપાયો પેલી વાડમાં

1 min
47


તું મને શોધતી આ આંબાની ડાળે,

ને હું તો છૂપાયો પેલી વાડમાં,

ખોના ચમકારા આમ તેમ ફેરવીને,

ટહુકી તું મીઠકડું લાડમાં.


તારા એ ટહુકા પર ઘેલો બનીને,

મેં તો ડોક લંબાવી સાવ સીધી,

સારસીની જેમ તારી નજરુંએ દોડીને,

ફટ કરતા બાથ ભરી લીધી.


હું તો ઉડીને ભેટું કે કૂદી દઉં છેટું કે,

પછી ટહુકો મૂકી દઉં વરસાદમાં ?

તું મને શોધતી આ આંબાની ડાળે,

ને હું તો છૂપાયો પેલી વાડમાં.


નમણી આ ડોક તારી કામણિયા કરતી,

ને તારામાં હું તો ખેંચાતો,

માટીમાં પાડેલા તારા એ પગલાં પર,

બાવરો બનીને વહેંચાતો,.


ઢેલડીની જેમ પછી તું તો મલકાઈ,

ને થોડું હરખાઈ રૂમાલમાં,

તું મને શોધતી આ આંબાની ડાળે,

ને હું તો છૂપાયો પેલી વાડમાં.


તારી બે આંખોમાં બેઠેલા ચાતક તો,

ટહુકી ગ્યા મનડાને દ્વાર,

મારાય મનડામાં ફોરમતું ફૂલ કહે,

તને ભેટવું છે પળમાં બે વાર,


તારી એ હાજરીથી ખાલીપો આયખાનો,

છલકાયો બસ પળવારમાં,

તું મને શોધતી આ આંબાની ડાળે,

ને હું તો છૂપાયો પેલી વાડમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance