STORYMIRROR

Jayshree Soni

Fantasy

3  

Jayshree Soni

Fantasy

શ્યામ તમે

શ્યામ તમે

1 min
535

આસુંડાંની ધારે ધારે,

વિરહની વેદનાએ,

શ્યામ તમે આવોને રાધાની વ્હારે....!


વેણું ના નાદે નાદે,

જળ જમુનાનાં કાંઠે કાંઠે,

શ્યામ તમે આવોને રાધાની વ્હારે....!


મોરપીંછ ના રંગે રંગે,

મોરલાના ટહુકે ટહુકે,

શ્યામ તમે આવોને રાધાની વ્હારે....!


ગરજતા મેઘ-મલ્હારે,

વીજળીના ચમકારે,

શ્યામ તમે આવોને રાધાની વ્હારે....!


ચાંદની રાતે, રાસ રમવાને,

શ્યામ તમે આવોને રાધાની વ્હારે....!


ઉર ઉપવને સ્મિત બનીને,

મન મિત બનીને,

શ્યામ તમે આવોને રાધાની વ્હારે....!!!


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy