એંઠા બોર
એંઠા બોર
1 min
381
શબરીની નજર રામને શોધે,
રામ તો એંઠા બોરને શોધે,
સીતાની નજર સોનેરી મૃગને શોધે,
સોનેરી મૃગ તો કસ્તુરીને શોધે,
રાવણની નજર સીતાને શોધે,
સીતા તો લક્ષ્મણરેખાને શોધે,
મીરાંની નજર કૃષ્ણને શોધે,
કૃષ્ણ તો રાધાને શોધે,
લૈલાની નજર મજનુને શોધે,
મજનુ તો તાજમહેલને શોધે !
