વ્હાલમ
વ્હાલમ


દીકરીઓ નથી હવે 'સાપનો ભારો',
દીકરીઓ તો છે હવે 'વ્હાલનો દરિયો'.....
દીકરીઓ છે પુરુષ સમોવડી હવે,
ગાંજી ન જાય એ કોઇથી હવે.....
જમાનો નથી હવે, 'દીકરીને ગાય દોરે ત્યાં જાય',
જમાનો બદલાયો, દીકરીને 'કરિયાવર આપે ત્યાં જાય'....!
મા બાપને દીકરી આંખનો તારો,
સાસરીયે દીકરી કુળનો દીવડો.....
લલાટે સજાવેલ છે કુમકુમ,
સૌભાગ્યનો પરિચય....!
મહેંદી સજાવેલ છે હાથમાં,
વ્હાલમ નો પરિચય....!