ચાચર ચોકે
ચાચર ચોકે


સાથીયા પુરાવો, દ્વારે તોરણીયા બંધાવો,
દીવડો પ્રગટાવો, ઢોલીડા ઢોલ વગાડો.....
કુમકુમ કેરા પગલે, ઝાંઝરના રણકારે,
માં જગદંબા ભવાની આંગણે પધારે.....
અસવારી વાઘ તણી, ચાચર ચોકે,
માં આરાસુરવાળી ગરબે ઘૂમવા આવે.....
નવલી નવરાતે, રઢિયાળી રાતે,
નર ને નારી સૌ ગરબે રમવા આવે.....
નર ને નારી સૌ સખી સંગાથે,
માં ભવાની ને ભાવથી ભજીએ.....