ક્ષણભંગુર
ક્ષણભંગુર


આમ શ્વાસોના પરપોટામાં સમાયું છે જીવન,
આમ થોડું આ ક્ષણભંગુર છે જીવન,
ના કરીશ અભિમાન,
પછી આમ માન વગરનું થઇ જશે જીવન,
ડેલીએ આવે એને આવકારો મીઠો આપજે,
પછી આમ અતિથિ વગરનું થઇ જશે જીવન,
રીત રિવાજને નેવે મૂકીને,
પછી આમ નાત બહારનું થઇ જશે જીવન,
હળતો મળતો રહેજે સૌને,
પછી આમ નોંધારા જેવું થઇ જશે જીવન,
રૂઠે જો કોઇ તો મનાવી લેજે,
પછી આમ અફસોસ જેવું થઇ જશે જીવન.