STORYMIRROR

Jayshree Soni

Drama

4  

Jayshree Soni

Drama

ગમતાનો ગુલાલ

ગમતાનો ગુલાલ

1 min
272

આમ મૌનમાં ભમતું રહેવું હવે ગમે મને,

આમ શાનમાં સમજતું રહેવું હવે ગમે મને.....


આમ અનિલ સંગ વિહરતું રહેવું હવે ગમે મને, 

આમ તરંગ સંગ તરતું રહેવું હવે ગમે મને.....


આમ મન મળે ત્યાં મળતું રહેવું હવે ગમે મને, 

આમ ગમતાનો ગુલાલ કરતું રહેવું હવે ગમે મને.....


આમ શ્વાસોની રમત રમતું રહેવું હવે ગમે મને,

આમ હાર કે જીત ખમતું રહેવું હવે ગમે મને.....


આમ નાત જાત શું કરતું રહેવું હવે મને, 

આમ સૌની સાથે ઉઠતું બેસતું રહેવું હવે ગમે મને...!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama