પ્રભુ પ્રાપ્તિ
પ્રભુ પ્રાપ્તિ


વતન મનને પ્યારું પ્યારું બહુ લાગે છે,
કેટલું કહું, કેટલું કહું, મનને સારું બહુ લાગે છે.....
ભલે રહ્યા કાચી માટીના ખોરડાં,
પણ મનને સુકુન જેવું બહુ લાગે છે.....
ભલેને રમ્યા બાળપણમાં સઘળી રમત,
પણ મનને સંસ્મરણ જેવું બહુ લાગે છે.....
ભલેને પડી માસ્તરની માર,
પણ મનને ઘડતર જેવું બહુ લાગે છે.....
ભલેને રહ્યા ખેતી વાડીના કામ,
પણ મનને લીલુડાં વન જેવું બહુ લાગે છે.....
ભલેને રહ્યા ઢોર ઢાંખર ચરાવવા,
પણ મનને દૂધ દહીંની નદીઓ જેવું બહુ લાગે છે.....
ભલેને રહ્યા ભોળા ભટ્ટ માણસો,
પણ મનને પ્રભુ પ્રાપ્તિ જેવું બહુ લાગે છે....